Pages

Search This Website

July 27, 2021

PAPA PAGALI PROJECT

PAPA PAGALI PROJECT 

પ્રોજેક્ટ પાપા - પગલી

આંગણવાડીમાં  પાપા પગલી પ્રોજેક્ટમાં પીટીસી અને બીએડ તેમજ પ્રિ પીટીસી કરેલા ઉમેદવારોની ભરતી બહાર પડશે

કામગીરી શિક્ષણ શાખા અને આંગણવાડી કાર્યકરને આંગણવાડીની અંદર આવતા બાળકોને ભણાવવાના રહેશે રહેશે



  

જેમાં લાયકાત પગાર ધોરણ અનેં કેટલી ભરતી કરવી તેની સંપૂર્ણ સમજ આ પ્રોજેકટ વિશે તો પરિપત્ર ખાસ વાંચો.

તારીખ 13/07/2021નો પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો 


પ્રાથમિક શિક્ષણ પહેલા પા-પા પગલી યોજના
આ બજેટમાં એક સૌથી મહત્વની જોગવાઇ પા-પા પગલી યોજના છે. જોકે આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કરવામાં આવી છે, જેમાં હાલ જે રીતે નર્સરી, જૂનિયર, સિનીયર શાળામાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે, એજ રીતે રાજ્યની 53 હજાર આંગણવાડીમાં પા-પા પગલી કાર્યક્રમ ચલાવવામાં આવશે, આ કાર્યક્રમ થકી 16 લાખ બાળકોને લાભ મળે તે લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે. આ માટે આંગણવાડી બહેનોને ખાસ તાલિમ આપવામાં આવશે. બાળક પહેલા ધોરણમાં જતા અગાઉ માનસિક રીતે તૈયાર થાય, તે માટે ત્રણ વર્ષના બાળકને પ્રવેશ આપવામાં આવશે, જે માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

  • 1 કિમી દૂર શાળા હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન માટે આ વર્ષે 60 કરોડ, ગત વર્ષે 66 કરોડ હતા
  • ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે ૨૦૫ કરોડની જોગવાઇ
  • કસ્તુરબા ગાંધી, મોડેલ અને આશ્રમ શાળા માટે 80 કરોડ, ગત બજેટમાં માત્ર કસ્તુરબા શાળા અને હોસ્ટેલ માટે 85 કરોડ હતા
  • મધ્યાહન ભોજન, અંન્ન સંગમ, સૂખડી, સંજીવની દૂધ યોજના માટે 1044 કરોડ, ગત વર્ષે માત્ર મધ્યાહન અને અંન્ન સંગમ માટે હતા 980 કરોડ
  • રાઇટ ટુ એજ્યુકેશન માટે 569 કરોડ, ગત વર્ષે હતા 550 કરોડ
  • ૩૪૦૦ શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડ
  • P.hd અભ્યાસ સંદર્ભે શોધ શિષ્યવૃતિ યોજના માટે 20 કરોડ અને કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે 200 કરોડની ફાળવણી
  • પૂર્વ પ્રા.શિક્ષણ માટે પાપા પગલી યોજના

    ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪ કરોડ વધુ શિક્ષણમાં ફાળવાયા છે.જો કે આ વર્ષના બજેટમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને મોટા પાયે અસર કરે તેવી કોઈ મોટી યોજના કે જોગવાઈની જાહેરાત કરાઈ નથી.મોટા ભાગની જુની બાબતોનો જ સમાવેશ થાય છે.

    શિક્ષણ વિભાગ માટે આ વખતના બજેટમાં કુલ ૩૨૭૧૯ રૃપિયાની જોગવાઈ કરવામા આવી છે.જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત રાજ્યની ૩૪૦૦ સ્કૂલોમાં સર્વાંગી વિકાસ માટે જરૃરી તમામ સુવિધાઓ ઉભી કરવ પાંચ વર્ષ માટે ૧૨૦૭ કરોડના ખર્ચનું આયોજન કરાયુ છે.આ ઉપરાંત ઐતિહાસકિ મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપ્ત ધરાવતી ખૂબ જુની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવિનિકરણ કરવા રૃ.૨૫ કરોડની જોગવાઈ કરવામા આવી છે.  રાયની ૨૦૦૦ પ્રા.સ્કૂલોમાં વિજળીકરણ અને પીવાના પાણી માટે ૭૨ કરોડની જોગવાઈ થઈ છે. જેઈઈ અને નીટ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૧૧-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા આપવા ૨૦ કરોડની જોગવાઈ કરવામા આવી છે. સંસ્કૃત પાઠશાળાઓના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ થઈ છે. જ્યારે નવી શિક્ષણ નીતિ હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પાંચ કરોડની જોગવાઈ સાથે પા પા પગલી યોજના શરૃ કરાઈ છે.

    ઉચ્ચ અને ટેકનિલ શિક્ષણમાં આ વર્ષે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય માટે ૨૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે.જે ગત વર્ષથી ઘણી ઘટી છે. ટેબ્લેટ યોજના અંતર્ગત ૨૦૦ કરડોની જોગવાઈ અને સરકારી ઈજનેરી કોલેજો તથા આઈઆઈટી રામ અને સેપ્ટ માટે ગ્રાન્ટની ફાળવણી માટે ૧૭૯ કરોડની જોગવાઈ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે ૨૦ કરોડની જોગવાઈ થઈ છે. સામાજિક પછાત વર્ગો અને આદિજાતિના વિકાસ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા આદિજાતિ યુનિ.માટે ૨૬ કરોડની જોગવાઈ અને ધો.૯ની ૪૮ હજાર વિદ્યાર્થઇનીઓને વિદ્યાશાધના હેઠળ સાયકલ માટે ૧૯ કરોડની ફાળવણી થઈ છે.ગોધરા અને મોરબી ખાતે બનાવવામા આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા ૫૦ કરોડની જોગવાઈ થઈ છે. એકંદરે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં ૭૬૪ કરોડ વધુ ફાળવાયા છે .ગત વર્ષે ૩૧,૯૫૫ કરોડ રૃપિયા શિક્ષણક્ષેત્રે ફાળવાયા હતા.

  • 14 લાખ સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઇ



No comments:

Post a Comment