Gandhinagar press release states that Higher Secondary Certificate Examination Class-12 Science Stream, General Stream, Vocational Stream, E.U.B. Stream, GUJCET-2024 and Sanskrit Madhyama Result held in March-2024 Gujarat Board of Secondary and Higher Secondary Education will be announced on the website www.gseb.org on Date: 09/05/2024 at 09:00 AM. Students can get their result by entering the seat number of the exam. Students can get the result by sending their seat number on WhatsApp number 6357300971. Students' Mark Sheet, Certificate, and S.R. Information about sending to school will be given later. A circular containing the necessary instructions for post-examination verification, paper verification, name correction, rejection of marks and re-appearance in the examination will be published later and sent to the schools along with the mark sheet and certificate. School principals, parents, students and all concerned should take note of this.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
તારીખ:- ૦૮/૦૫/૨૦૨૪
સ્થળ :- ગાંધીનગર
(ડી.એસ.પટેલ) નાયબ અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
For Best View Please Open This Website In CHROME / OPERA Browser